શોધખોળ કરો
વોટ્સએપે એક મહિનામાં અધધ લાખ એકાઉન્ટ કર્યા ડિલીટ, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો દાવો છે કે ફેક ન્યૂઝ રોકવા માટે સતત પગલા ભરી રહી છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કંપનીએ જણાવ્યું કે, તેમણે એક લર્નીંગ સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમથી બલ્કે મેસેજ કરતાં ફેક એકાઉન્ટને પકડી શકાય છે. આવું કરવાનો હેતુ વોટ્સએપ પર ખોટી કન્ટેન્ટ શેર થતી રોકવાનો છે.
2/3

વોટ્સએપે કહ્યું કે, તેમણે આ મહિને 20 લાખ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. મશીન લર્નિંગ દ્વારા આવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વોટ્સએપના સોફ્ટવેર એન્જિનિયર મેટ જોન્સે કહ્યું કે, મશીન લર્નિંગ વોટ્સએપ એકાઉન્ટ બેન કરવા માટે અનેક બાબતો જુએ છે. તેમાં યૂઝર્સનું આઈપી એડ્રેસ અને નંબરનું ઓરિજન કન્ટ્રી ખાસ જોવામાં આવે છે.
Published at : 06 Feb 2019 07:51 PM (IST)
View More





















