હાલમાં આ ફીચર વોટ્સએપના સ્ટેબલ વર્ઝનમમાં બધા માટે જારી કરવામાં આવ્યું નથી. આગામી અપડેટની સાથે આ ફીચર મળી શકે છે. આ ફીચરને Consecutive Voice Message કહેવામાં આવ્યું છે.
2/4
WABetainfoના અહેવાલ અનુસાર ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામમાં નવું અપડેટ સામેલ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત એક વોઈસ મેસેજ પ્લે કર્યા બાદ બીજો વોઈસ મેસેજ આપોઆપ પ્લે થવા લાગશે. એટલે કે જો ચાર વોઈસ મેસેજ છે તો એક પ્લે કરવા પર એક પછી એક ચારેય તમે સાંભળી શકશો. દરેક વખતે વોઈસ મેસેજ પર ક્લિક કરીને પ્લે કરવાની જરૂરત નહીં રહે.
3/4
અત્યાર સુધી મોકલવામાં આવેલ વોઈસ મેસેજને એક એક કરીને સાંભળતા હતા, પરંતુ નવું ફીચર આવ્યા બાદ એવું નહીં થાય. જેમ કે કોઈએ તમને પાંચ વોઈસ મેસેજ મોકલ્યા છે તો એક વોઈસ મેસેજ સાંભળ્યા બાદ બીજો વોઈસ મેસેજ સાંભળવા માટે તેના પર ક્લિક કરીને સાંભળવું પડતું હતું.
4/4
નવી દિલ્હીઃ ઇન્સટન્ટ મેસેજિંગ વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે. આ ફીચર વોયસ મેસેજ યૂઝ કરવાનો અનુભવ બદલવા માટે માટે છે. વોટ્સએપમાં વોયસ મેસેજનું ફીચ જેના દ્વારા તમે તમારો વોઈસ રેકોર્ડ કરીને સેન્ડ કરી શકો છો.