વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે અંતર્ગત ગ્રુપ કૉલ દ્વારા એક ડેડિકેટેડ બટન આપવામાં આવશે. આ અંતર્ગત ગ્રુપમાં તત્કાલ ત્રણ લોકો સાથે ચેટિંગ કરવાની સુવિધા મળશે. અત્યાર સુધી વૉટ્સએપમાં નોર્મલ કૉલ કરવો પડતો હતો ત્યારબાદ બીજા લોકોને આ કૉલની સાથે જોડી શકતા હતા.
2/5
3/5
રિપોર્ટ અનુસાર શરૂઆતમાં આ ફિચર iOS યૂઝર્સ માટે આવશે અને આની શરૂઆત આગામી અઠવાડિયાથી થશે. આ મહિનાના અંત સુધીમાં એન્ડ્રોઇડ યૂઝર્સને પણ આ ફિચર આપવામાં આવશે.
4/5
હવે આ નવી ફિચર દ્વારા ડાયરેક્ટ વીડિયો કૉલની શરૂઆત થશે. આમાં વૉઇસ કૉલ પણ સામેલ છે. WABetainfoના એક રિપોર્ટ અનુસાર, જુના વર્ઝનમાં નોર્મલ કૉલ બાદ ગ્રુપ કૉલ શરૂ કરી શકતા હતા, પણ વૉટ્સએપના નવા ઇમ્પ્રૂવમેન્ટ બાદ હવે ડાયરેક્ટ વીડિયો કૉલ કરી શકાશે.
5/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં થોડાક સમય પહેલા ગ્રુપ વીડિયો કૉલિંગની શરૂઆત થઇ હતી. જોકે આને યૂઝ કરવામાં કેટલાય યૂઝર્સને તકલીફો પડતી હતી. વીડિયો કૉલમાં લોકોને જોડવાની પ્રક્રિયા થોડી લાંબી હતી, પણ હવે આને આસાન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.