વોટ્સએપના સ્ટેટમેન્ટ મુજબ, કેટલાક ફીચર્સ આ ફોનને સપોર્ટ કરતા નથી અને આ પ્લેટફોર્મ માટે કંપની કોઇ નવી સિસ્ટમ ડેવલપમેન્ટ નહીં કરવાની હોવાથી આ ફેંસલો લેવામાં આવ્યો છે. કંપનીના કહેવા મુજબ મોબાઇલ ફોન્સ વોટ્સએપ અને તેના ફીચરની હિસાબની ક્ષમતા મુજબના નથી. આ કારણે સ્માર્ટફોન્સમાં વોટ્સએપ બંધ કરાવી દેવામાં આવશે.
2/4
આ ઉપરાંત તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 2.3.7 Gingerbread છે તો તમારા ફોનમાં વોટ્સએપ સપોર્ટ કરશે. પરંતુ 2020માં આ સ્માર્ટફોનમાં પણ વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.
3/4
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપ 1 જાન્યુઆરીથી કેટલાક સ્માર્ટફોન મોડલ્સમાં સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ આ અંગે પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી. આ પહેલાં કંપનીએ 31 ડિસેમ્બર, 2017ના રોજ Windows 8.0, BlackBerry 10 અને BlackBerry OSથી વોટ્સએપ સપોર્ટ ખતમ કરી દીધો હતો.
4/4
હવે કંપની Nokia S40 સીરિઝના મોબાઇલમાંથી વોટ્સએપ સપોર્ટ બંધ કરી રહી છે. આવતીકાલથી આ ફોનમાં વોટ્સએપ સપોર્ટ નહીં કરે. ભારતમાં નોકિયા S40 સ્માર્ટફોન ઘણા પોપ્યુલર હતા અને નોકિયાના જણાવ્યા મુજબ કંપનીએ ભારતમાં નોકિયા S40ના કરોડો સ્માર્ટફોન વેચ્યા હતા. પરંતુ એન્ડ્રોઈડના આગમન બાદ તેનું વેચાણ ઘટી ગયું હતું. હવે આ ઓપરેટિંગ સિસ્ટમના કોઇ મોબાઇલ ફોન નથી મળતા.