વૉડાફોન પ્લાન- કિંમત: 159 રૂપિયા -- વૉડાફોનના આ પ્લાન અંતર્ગત 28 દિવસનો વેલિડિટી મળી રહી છે. દરોરોજ એક જીબી ડેટા અને નેટવર્ક 3જી અને 4જી હશે. આ ઉપરાંત અનલિમિટેડ વૉઇસ કૉલ રૉમિંગ ફ્રી મળશે. આમાં 100 એસએમએસ દરરોજના ફ્રી મળી રહ્યાં છે.
2/5
એરટેલ પ્લાન- કિંમત: 149 રૂપિયા -- એરટેલનો આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવી રહ્યો છે. આમા કસ્ટમર્સને રોજનો એક જીબી 3જી અને 4જી ડેટા મળી રહ્યો છે. આમાં કંપની વૉઇસ કૉલ અનલિમિટેડ અને રોજના 100 એસએમએસ આપી રહી છે. આમાં કોઇપણ પ્રકારની લિમીટ નથી.
3/5
જિઓ પ્લાન- કિંમત: 149 રૂપિયા -- જિઓ પોતાના આ પ્લાનમાં સૌથી વધુ ડેટા આપી રહ્યું છે. જિઓનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે, આમાં યૂઝર્સ રોજના 1.5જીબી ઇન્ટરનેટ ડેટા વાપરી શકે છે. આ ડેટા એરટેલ અને વૉડાફોન કરતાં વધારે છે. જિઓનો ડેટા માત્ર 4જી નેટવર્ક પર જ વાપરી શકાય છે. ઉપરાંત જિઓ રોજના 100 એસએમએસ અને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા આપી રહ્યું છે.
4/5
તાજેતરમાં જ એરટેલ અને જિઓએ પોતાના કસ્ટમર્સ માટે 149 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન લૉન્ચ કર્યો છે, આને ટક્કર આપવા માટે વૉડાફોને પણ 159 રૂપિયાનો પ્લાન માર્કેટમાં ઉતારી દીધો છે.
5/5
નવી દિલ્હીઃ ભારતમાં જિઓના આવવાથી ટેલિકૉમ કંપનીઓ વચ્ચે સૌથી સસ્તો અને સારા પ્લાન્સ માટે રેસ વધી ગઇ છે. આ રેસમાં એરટેલ, વોડાફોન અને આઇડિયા ખુબ ઝડપથી સામેલ થઇ રહી છે. હાલમાં માર્કેટમાં પોતાના કસ્ટમર્સ ટકાવવા માટે ટેલિકૉમ કંપનીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર ચાલી રહી છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કોનો પ્લાન સૌથી સસ્તો અને સારો છે.