નવી દિલ્હીઃ શાઓમીના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Poco F1નું વેચાણ આજે ભારતમાં થશે. હેન્ડસેટ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ અને Mi.com પર બપોરે 12 કલાકથી ઉપલબ્દ થશે. ચીનની કંપની શાઓમીએ પોતાના આ પોનને નવી સબ બ્રાન્ડ પોકો અંતર્ગત લોન્ચ કર્યો છે. આ પોકો બ્રાન્ડનો પ્રથમ સ્માર્ટફોન છે અને તેની ટક્કર મિડ રેન્જના OnePlus 6 અને Asus ZenFone 5Z સાથે થશે. શાઓમી પોકો એફ1ની કિંમત 20,999 રૂપિયાથી શરૂ થયા છે અને સૌથી મોંઘા વેરિયન્ટ 29,999 રૂપિયા છે. પ્રથમ સેલમાં HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.