શોધખોળ કરો
Xiaomiએ લોન્ચ કર્યો સસ્તો 4G ફીચર ફોન, 15 દિવસ સુધી ચાલશે બેટરી
1/5

નવી દિલ્હીઃ ચીનની કંપની Xiaomi સસ્તા સ્માર્ટફોન બનાવવા માટે જાણીતી છે. કંપનીએ બે નવા ફીચર ફોન Qin1 અને Qin1s લોન્ચ કર્યા છે. કંપનીએ આ બે નવા હેન્ડસેટને યૂપિન ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ અંતર્ગત લોન્ચ કર્યા છે. આ ફીચર પોનમાં યૂઝરને વોયસ કોલ અને મેસેજિંગ સપોર્ટ મળે છે. પરંતુ શાઓમી Qin1 અને Qin1s એડવાન્સ ફીર સાથે આવે છે. આ ફીચર ફોનમાં રિયલ ટાઈમ મલ્ટી લિંગ્વલ વોયસ ટ્રાન્સલેશન સપોર્ટ છે. બંને વેરિયન્ટ હાલમાં 199 ચીની યુઆન (લગભગ 2,000 રૂપિયા)ના ફંડીંગ પર ઉપલબ્ધ છે. જોકે ભારતમાં આ ફોન ક્યારે આવશે તે મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
2/5

આ ફોનના 4G વેરિયન્ટને શાઓમીએ Qin1s નામથી ઉતાર્યું છે. આ એન્ડ્રોઈડ આધારિત મોકોઆર5 પર વર્ક કરે છે. તેમાં ડ્યુઅલ કોર એસી9820ઈ ચિપસેટ છે. સાછે જ 256એમબી રેમ અને 512 એમબી સ્ટોરેજ આપેલું છે. ફોનમાં 4જી VoLT, વાઈ-ફાઈ હોટસ્પોટ, બ્લૂટૂથ 4.2, જીપીએસ અને યૂએસબી ટાઈપ-સી કનેક્ટિવિટી છે.
Published at : 07 Aug 2018 08:02 AM (IST)
View More




















