શોધખોળ કરો
કોંગ્રેસની શિક્ષિત બેરોજગારોને ભથ્થુની યોજનાઃ યુવાનો કઈ રીતે અત્યારથી કરાવી શકે રજિસ્ટ્રેશન ? જાણો

1/5

કોંગ્રેસ ગુજરાતમાં ફિક્સ્ડ પગારદારો અને બેરોજગાર યુવોનો પ્રશ્ન જોરશોરથી ઉઠાવી રહી છે. મધ્યમ વર્ગીય યુવાનોને આકર્ષી ભાજપની મતબેંકમાં ગાબડું પાડવાના ઉદ્દેશથી કોંગ્રેસે ઉગ્ર વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના આ વલણ સામે ભાજપ હવે કેવી રણનીતિ અપનાવે છે તે જોવાનું રહે છે.
2/5

કોંગ્રેસની જાહેરાત પ્રમાણે રાજ્યની તમામ કોંગ્રેસ જીલ્લા સમિતિના કાર્યાલય ખાતે તેમજ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત ખાતે નોંધણી માટેના ફોર્મ ઉપલબ્ધ રહેશે. નોંધણી કરાવવા માટેનો ટોલ ફ્રી નંબર:18001200676 અને વોટ્સએપ નંબર: 7801978590 જ્યારે ઓનલાઈન નોંધણી કરાવવા માટે કોંગ્રેસની વેબસાઈટ તૈયાર કરાશે.
3/5

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી છે. આ પત્રકાર પરિષદમાં રાજ્યના બેરોજગાર યુવાનો અત્યારથી જ કોંગ્રેસમાં નોંધણી કરાવી શકે તેવી વ્યવસ્થાની જાહેરાત કરાઈ છે.
4/5

હવે કોંગ્રેસે જાહેરાત કરી છે કે પોતે સત્તામાં આવશે તો રાજ્યના શિક્ષિત બેરોજગારોને નોકરી ના મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું અપાશે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે ધોરણ 12 સુધી ભણેલા શિક્ષિત બેરોજગારને નોકરી ન મળે ત્યાં સુધી માસિક રૂ. 3 હજાર, ગ્રેજ્યુએટને માસિક રૂ. 3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનને માસિક રૂ. 4 હજારનું ભથ્થુ આપવમાં આવશે.
5/5

ગાંધીનગર: કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં યુવાઓને આકર્ષવાની ક્વાયત શરૂ કરી છે. આ ક્વાયતના ભાગરૂપે કોંગ્રેસે ફિક્સ્ડ પગારદારોના પ્રશ્ને બે દિવસનાં ધરણાં યોજ્યાં હતાં. સાથે સાથે જાહેરાત કરી હતી કે તેમની સરકાર આવશે તો ફિક્સ્ડ પગારદારોને કાયમી કરીને પૂરો પગાર આપવામાં આવશે.
Published at : 20 Nov 2016 03:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
