શોધખોળ કરો
આવતી કાલે ફિક્સ પગારદારો મુદ્દે સરકાર સુપ્રીમમાં આપશે કઈ ત્રણ મોટી ખાતરી ? જાણો વિગતો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 09 Jan 2017 12:09 PM (IST)
1/8

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં જે એફિટેવિટ કરશે તેમાં ત્રણ બાબતોની ખાતરી અપાશે. ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો,પાંચ વર્ષના સમયગાળામાં ઘટાડો તેમજ પ્રોબેશનનો ગાળો નોકરીમાં સળંગ ગણવાની એફિડેવીટ સરકાર કરશે.
2/8

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિક્સ પગારદારો માટે હાલમાં પાંચ વર્ષનો સમયગાળો છે તે ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવશે. અત્યારે ફિક્સ પગારના કર્મચારીને પિક્સ પગારનાં પાંચ વર્ષને પ્રોબેશનનો ગાળો ગણવામાં આવે છે પણ તેને નોકરીમાં સળંગ ગણવાની ખાતરી પણ અપાશે.
3/8

પાટીદારો અનામતના મુદ્દે આંદોલન કરી રહ્યા છે તેના કારણે રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સરકાર ફિક્સ પગારદારોને કાયમી કરીને પૂરો પગાર આપી દે તો તમામ વર્ગનાં લોકો રાજી થઈ જાય અને સરકારને પાટીદારોના કારણે થનારૂં રાજકીય નુકસાન સરભર થઈ જાય તેવી ગણતરી ભાજપે મૂકી છે.
4/8

સુપ્રીમની આ ટિપ્પણીને પગલે રાજ્ય સરકાર કૂણી પડી હતી અને 10 જાન્યુઆરીએ સુપ્રીમમાં એફિડેવીટ કરવાની આવે ત્યારે આ નિર્ણયોની જાણ કરવા નિર્ણય લેવાયો હતો. સરકારે આ નિર્ણય લઈને પાટીદારોને ઠંડા પાડી દેવાની વ્યૂહરચના અપનાવી હોવાનું પણ સૂત્રો જણાવે છે.
5/8

હાઈકોર્ટના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગત સપ્તાહે સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુરની બેંચે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખખડાવીને કહ્યું હતું કે, સરકાર આ કર્મચારીઓના મુદ્દે ઝડપી નિર્ણય કરે, નહીંતર અદાલત આદેશ આપશે તો રાજ્ય સરકાર ‘નાદાર’ બની જશે.
6/8

ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકાર ભીંસમાં છે તેથી તેણે આ જાહેરાતો કરવી જ પડે તેમ છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફિક્સ પગારદારોને ફૂલ પગાર આપવાનો આદેશ કરી ટિપ્પણી કરી હતી કે, સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં અને સમાન કામ-સમાન વેતનના નિયમ મુજબ પગાર આપવો જોઈએ.
7/8

જો કે સૌથી મોટી જાહેરાત ફિક્સ પગારદારોના પગાર અંગે કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર તમામ ફિક્સ પગારદારોને હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર આપવાની ખાતરી આપશે. એક વાર તેમનો પ્રોબેશનનો સમય પૂરો થાય પછી તેમને સાતમા પગાર પંચનો લાભ મળે તેવી એફિડેવિટ પણ સરકાર કરશે.
8/8

ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે એટલે કે 10 જાન્યુઆરીએ ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓના કેસની સુનાવણી હાથ ધરાવાની છે ત્યારે રાજ્યના છ લાખ ફિક્સ કર્મચારીઓને આવતી કાલે મોટા આનંદના સમાચાર મળશે. ગુજરાત સરકારે આ મુદ્દે મહત્વના નિર્ણય લઈ લીધો હોવાનું સૂત્રો જણાવે છે.
Published at : 09 Jan 2017 11:45 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સુરત
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
દેશ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
દેશ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ટ્રેન્ડિંગ સમાચાર






















