શોધખોળ કરો
કોગ્રેસ MLA અશ્વિન કોટવાલની વિધાનસભામાં પક્ષના દંડક તરીકે થઇ નિમણૂક
1/4

અશ્વિન કોટવાલની રાજકીય કરિયર પર નજર રાખવામાં આવે તો અશ્વિન કોટવાલને તેમના પિતા તરફથી રાજકીય વારસો મળ્યો છે. તેમના પિતા પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 1996માં તેમણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇથી શરૂઆત કરી અને વર્ષ 2001માં તેઓ કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા હતા. બાદમાં વર્ષ 2004માં અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ બન્યા હતા. વર્ષ 2007માં ખેડબ્રહ્મા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. લોકસભા 2019 માટે સાબરકાંઠા બેઠક પર તેમની મજબૂત દાવેદારી માનવામાં આવી રહી છે
2/4

તેમણે 2007માં ભાજપના ધારાસભ્ય રમીલાબેન બારાને હરાવ્યા હતા. વર્ષ 2012 માં તેમણે પોતાની લીડ વધારીને 50137 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. તો વર્ષ 2017 માં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા સામે તેઓ ફરી જીત્યા અને સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા. ઉલ્લેખનીય છે કે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા આ પહેલા કોંગ્રેસના દંડક હતા પરંતુ તેમની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતાં તેમણે દંડક પદેથી વિધાનસભાના બજેટસત્ર બાદ રાજીનામું આપ્યું હતું ત્યારથી આ પદ ખાલી હતું.
Published at : 25 Jul 2018 09:03 PM (IST)
View More





















