અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી અને દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડ પાડ્યા હતા. સુરતના સચિન ,સચિન જીઆઇડીસી,પાંડેસરા ,ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે કાર્યવાહી દરમ્યાન એક પણ બુટલેગરની ધરપકડ કરવામાં આવી ન હતી. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહયા છે.
2/5
આ ઘટના બાદ સમગ્ર અમદાવાદની પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. જો કે અત્યાર સુધી કોઈ બુટલેગરની ધરપકડ કરવામાં નથી આવી.
3/5
અલ્પેશ ઠાકોર, હાર્દિક પટલે અને જિગ્નેશ મેવાણીએ સીવીલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ મામલે દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતમાં બુટલેગરો નું રાજ છે, તેમને કાયદાનો કોઈ ડર નથી. લઠ્ઠાકાંડ વગર રાજય માં યુવાનો મરી રહયા છે. ગુજરાતમાં કરોડો લીટર દારૂ ક્યાંથી આવે છે તે એક સવાલ છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે. હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશભાઈ લડાઈ બાદ કાયદો બન્યો છતાં પરિસ્થિતિ એવીને એવી જ છે. ગાંધીના ગુજરાતમાં પોલીસ રહેમ નજર કે નેતાઓની ભાગીદારીના કારણે આ થઈ રહ્યું છે?
4/5
નોંધનીય છે કે ગઈકાલે દેશી દારૂ પીવાના કારણે ચાર લોકોની તબીયત લથડી હતી. તેમની સારવાર માટે સોલા સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કબૂલ્યુ હતું કે તેમણે સોલામાંથી દેશી દારૂ પીધો હતો. આ તમામ દર્દીઓના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેમના લોહીમાંથી મિથાઈલ મળી આવ્યું હતું.
5/5
ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ, કૉંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક મંચ પર સાથે આવ્યા છે. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશે સાથે મળી ગાંધીનગરમાં ડીસીપી ઓફિસની નજીક જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.