એક્સપ્રેસ ટ્રેનની ઝડપ ૧૧૦ કિ.મી. પ્રતિકલાકની એવરેજ રહે છે. જ્યારે સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ પ્રતિકલાક ૧૩૦ કિ.મી.ની થતાં ૧૩ સુપરફાસ્ટ ટ્રેન જે તે સ્થળે તેના નિર્ધારિત સમયથી એક કલાકથી વધુ સમય માટે વહેલી પહોંચશે.
2/4
કઇ ટ્રેન સુપરફાસ્ટ થઇઃ સૌરાષ્ટ્ર મેલ, બાંદ્રા ટર્મિનસ-દિલ્હી રોહિલા, ગાંધીધામ મેલ, ગુજરાત મેલ, કચ્છ એક્સપ્રેસ, સોમનાથ એક્સપ્રેસ, સુરત ઇન્ટરસિટી, હાપા ઇન્ટરસિટી, ભાવનગર એકસપ્રેસ-મેલ, ભગત કી કોઠી, અમદાવાદ-અલ્હાબાદ, ઓખા-વારાણસી, સુરત-ભાગલપુર.
3/4
આ ટ્રેનોના સમયમાં ઓક્ટોબર માસથી ફેરફાર કરાયો હતો, પરંતુ તેના દરજ્જામાં ૧૪ નવેમ્બરથી તબક્કાવાર ફેરફાર કરાતાં આજે ૧૩ મેલ ટ્રેન સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો પામી છે.
4/4
અમદાવાદ: આજથી રાજ્યની ૧૩ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો અપાયો છે. અમદાવાદ સ્ટેશને આવતી અને જતી ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો મળતાંની સાથે સેકન્ડ કલાસ સીટિંગ સિવાયના તમામ કલાસની ટિકિટના ભાડામાં રૂ.૧પનો ટિકિટદીઠ વધારો કરાયો છે.