કેનાલોમાં પાણી નહીં છોડાતાં જળ સમાધી લેવાના હતા તેના ભાગરૂપે આજે સવારે એપીએમસીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચર, એપીએમસી ચેરમેન મોહનભાઇ પટેલની આગેવાનીમાં ખેડૂતો કલેક્ટર ધસી જઇ રજૂઆત કરી હતી.
3/5
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાતા જિલ્લાના ચાર કોંગી ધારાસભ્યોએ જળસમાધીની ચીમકી આપી હતી. આવેદન બાદ ધોળીધજા ડેમ ખાતે જળ સમાધી લેવા જતાં કોંગ્રેસના 3 ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. સવારે કલેક્ટર કચેરીએ આવેદન આપ્યા બાદ ધોળીધજા ડેમ પરની બોટાદ તરફ જતી કેનાલમાં ધારાસભ્યો જળ સમાધી લેવાની જિલ્લા કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી હતી.
4/5
જિલ્લાના વઢવાણ, લીંબડી અને ચૂડા તાલુકામાં કેનાલ પસાર થતી હોવા છતાં ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાતું નથી. ખેડૂતોના મશીનો જપ્ત કરી લેવામાં આવે છે. ત્યારે જિલ્લાના 4 કોંગી ધારાસભ્યો સોમાભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, નૌશાદભાઇ સોલંકી અને પરસોત્તમભાઇ સાબરીયા દ્વારા તા. 7 સુધી બોટાદ કેનાલમાં સિંચાઇ માટે પાણી નહીં છોડાય તો જળસમાધીની ચીમકી આપવામાં આપી હતી.
5/5
જળસમાધી લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન સોમાભાઇ પટેલ, પરસોતમ મકવાણા અને ઋત્વિક મકવાણાની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો 3 ધારાસભ્યો સાથે ઉપસ્થિત હતાં.