ભારત અપાચેનો ઉપયોગ કરનારો 14મો અને ચિનૂકનો ઉપયોગ કરનારો 19મો દેશ હશે. બોઈંગે 2018માં વાયુસેનાનાં પાયલટ્સ અને ફ્લાઈટ એન્જિનિયરોને ચિનૂક હેલિકોપ્ટર ઉડાડવાની ટ્રેનિંગ આપી હતી.
2/3
ભારતીય વાયુસેના હજુ સુધી મોટા પ્રમાણમાં રશિયન Mi-17 જેવા મધ્યમ વર્ગના લિફ્ટ હેલિકોપ્ટર પર આધારિત હતી. ચિનૂક અને અપાચેનાં આવવાથી મજબૂતી વધશે. અમેરિકન સંરક્ષણ મંત્રી પદથી જેમ્સ મેટિસની વિદાય બાદ આ ડીલ લટકતી જોવા મળી રહી હતી. પરંતુ તેમના સ્થાને પેટ્રિક શેનોએ પણ ભારત સાથેની આ ડીલમાં રસ દર્શાવ્યો અને તરત તેને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી.
3/3
અમદાવાદઃ અમેરિકા પાસેથી ખરીદવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરની પહેલી ખેપ વાયુસેનાનાં કાફલામાં જોડાશે. રવિવારે ચિનૂક હેલિકોપ્ટર ગુજરાતમાં કચ્છનાં મુંદ્રા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. ભારતે 2015માં અમેરિકી વિમાનની ઉત્પાદક કંપની બોંઈગ પાસેથી 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2.5 અબજ ડોલરનાં આ સોદામાં 22 અપાચે હેલિકોપ્ટર સામેલ છે.