શોધખોળ કરો
નરેન્દ્ર મોદીની સાથે ચાલી રહેલા ભાજપના કયા સાંસદને સુરક્ષા ગાર્ડે સાઈડમાં કરી દીધાં? જાણો વિગત
1/5

2/5

નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં તે દરમિયાન નટુ પટેલ પણ તેમની સાથે આગળ વધી રહ્યાં હતાં. જે જોતાં તરત જ બે સિક્યુરિટી ગાર્ડે નટુ પટેલને સાઈડમાં ઊભા કરી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3/5

દાદરાનગર હવેલી: શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરાનગર હવેલીની મુલાકાતે હતા. તે દરમિયાન નરેન્દ્ર મોદીને આવકારવા દાદરાનગર હવેલીના સાંસદ નટુ પટેલ પણ પહોંચ્યા હતા. દાદરાનગર હવેલીમાં નરેન્દ્ર મોદી કારમાંથી બહાર ઉતરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં.
4/5

ઉલ્લેખનીય છે કે, શનિવારે સેલવાસ પહોંચેલા મોદીએ 150 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ તેઓ ત્યાંથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પહોંચ્યા હતા જ્યાં 200 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.
5/5

ત્યારે નટુ પટેલ પણ મોદીની પાછળ સાથે-સાથે ચાલી રહ્યાં હતાં. જોકે જે જોતાં મોદીના સિક્યુરિટી ગાર્ડે તેમનો હાથ ખેંચી સાઈડમાં કરી દીધા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
Published at : 21 Jan 2019 11:51 AM (IST)
View More
Advertisement





















