તેમણે વાડીયા ગામે જઈ મા-બાપની ચુંગાલમાંથી યુવતીને છોડાવી હતી અને થરાદ પોલીસ સ્ટેશ લઈ આવ્યાં હતાં. પોલીસ સ્ટેશનમાં તેમણે યુવતીને સંતાનો સાથે તેના પતિને સોપતાં પરિવાર એક થયો હતો.
2/8
યુવતીના પતિએ તેને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળતાં છેવટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા પોલીસની મદદ માગી હતી. અભયમ મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર જીનલબેન થરાદ પોલીસને સાથે લઈને વાડિયા પહોંચી ગયાં હતાં.
3/8
જોકે દીકરી જતી રહેતાં આવક બંધ થતાં યુવતીના મા-બાપે છોકરીને ફોસલાવી વાડીયા ગામે બોલાવી હતી. મા-બાપે યુવતીને ફરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. યુવતી ફરી સેક્સ વર્કર તરીકે કામ કરવા લાગી હતી. આમ સુખેથી જીવતી યુવતી પોતાના પતિ તથા સંતાનોથી અલગ થઈ ગઈ હતી.
4/8
દરમિયાનમાં યુવતીને તેનાં માતા-પિતાએ કરેલી શરત વિશે ખબર પડી હતી. યુવતીને આ વાત પસંદ ના આવતાં તે યુવક સાથે જતી રહી હતી. બંનેએ પાલનપુર ખાતે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ડીસા રહેવા લાગ્યાં હતાં. આ લગ્નજીવનના પરિણામે સંતાનમાં ત્રણ બાળકો થયા હતાં.
5/8
યુવકે યુવતીનાં માતા-પિતાને રાજી રાખવા મહીને રૂપિયા 20 હજાર આપવાની તૈયારી બતાવી હતી. સાથે શરત મૂકી હતી કે, યુવતી અન્ય કોઈ ગ્રાહક સાથે સેક્સ નહીં માણે. યુવક દરરોજ યુવતી પાસે આવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. ધીરે ધીરે સેક્સ વર્કર પણ તેના પ્રેમમાં પડી હતી.
6/8
આ ઘટનાની વિગત એવી છે કે, દેહ વ્યાપાર માટે કુખ્યાત થરાદના વાડીયા ગામની એક યુવતી પાસે શારીરીક સુખ માણવા એક યુવક આવતો હતો. યુવતી પાસે રોજ આવતો વાવ તાલુકાનો આ ગ્રાહક યુવક તેના પ્રેમમાં પડી ગયો હતો. તેણે યુવતીના મા-બાપનો સંપર્ક કર્યો હતો પણ મા-બાપ યુવતીને જવા દેવા તૈયાર નહોતાં.
7/8
આ યુવતીના પતિએ પત્નિને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ યુવતીનાં માતા-પિતા કમાણી કરાવી આપતી દીકરીને છોડવા તૈયાર નહોતાં. છેવટે યુવતીના પતિએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરતાં પોલીસની મદદથી યુવતી તેના પતિને મળી હતી અને વિખૂટો પડેલો પરિવાર એક થયો હતો.
8/8
અમદાવાદઃ સેક્સ વર્કર પાસે સેક્સ માણવા જતા યુવકને તેની સાથે પ્રેમ થઈ જતાં સમાજની પરવા કર્યા વિના તેણે પ્રેમિકા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે દીકરી પરણી જતાં આવક બંધ થઈ જતાં માતા-પિતાએ દીકરીને ફોસલાવીને ઘરે બોલાવી હતી ને પછી ફરી સેક્સ વર્કર તરીકે કામ કરતી કરી દીધી હતી.