ગૌરી લંકેશ પોતાના ઘરે પહોંચ્યા અને કારનો દરવાજો ખોલ્યો ત્યારે જ તેની બાજુમાંથી એક મોટરસાઇકલ નીકળ્યું અને તેના પર બેઠેલા એક વ્યક્તિએ ગનમાંથી ફાયરિંગ કર્યું. ઘાયલ થયેલા ગૌરી લંકેશ પોતાના ઘરનો દરવાજો ખોલી શકે તે પહેલા જ હુમલાખોરે બીજી ગોળી ધરબી દીધી. 55 વર્ષીય પત્રકારનું તેના ઘરના દરવાજા બહાર જ ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આ હત્યાકાંડને રાત્રે 8.40 વાગ્યે અંજામ આપવામાં આવ્યો હતો.
2/3
નોંધનયી છે કે, બુધવારે ગૌરી લંકેશની હત્યાને એક વર્ષ પુરું થયું હતું. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગૌરી લંકેશ સાથે વિશેષ નાતો ધરાવતા હતા અને તેમને નિયમીત રીત મળતા હતા.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ અને સાઉથના જાણીતા એક્ટર પ્રકાશ રાજે ગુજરાતનું એક ગામ દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. પત્રિકા ટેબ્લોઈડના સંપાદક ગૌરી લંકેશની હત્યાને એક વર્ષ થયાના ઉપક્રમે ગુજરાતના ધારાસબ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના લાકોએ ગૌરી લંકેશને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બેંગલોરમાં આ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા એક્ટર પ્રકાશ રાજ પણ હાજર રહ્યા હતા. ગૌરી લંકેશને શ્રદ્ધાંજલી આપવા માટે પ્રકાશ રાજે જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાંથી કોઈ એક ગામ દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. આ વાતાની જાણકારી ખુદ જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટર દ્વારા આપી હતી.