શોધખોળ કરો
સુરેન્દ્રનગરમાં આ ડેપ્યુટી કલેક્ટર 4 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો, જાણો વિગત
1/6

ડેપ્યુટી કલેક્ટરે જમીનનું કામ કરવા માટે રૂપિયા 4 લાખની માંગણી કરી હતી. બંને વચ્ચે પૈસા ઓછા કરવા માટે લાંબી ચર્ચાઓ પણ ચાલી હતી. ત્યાર બાદ રૂપિયા 4 લાખ જ ફિક્સ કરવામાં આવ્યા હતાં. સોદા મુજબ રૂપિયા 27 હજાર ફરિયાદીએ અગાઉ આપ્યા હતા અને બાકીના પૈસા મંગળવારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
2/6

અમદાવાદમાં રહેતા દીપકભાઇ પટેલની પાટડી, ઓડુ, શેડલા, ફતેપુર અને સુરેલમાં જમીન આવેલી છે. આ જમીનના મૂળ માલીકોએ જમીન શરતભંગના કેસો કર્યાં હોવાથી તેમની તરફેણમાં ચૂકાદો આપવા પાટડી નાયબ કલેક્ટર સુનીલ વસાવા અને નાયબ મામલતદાર ડી.વી.પ્રજાપતિએ રૂપિયા 4 લાખની લાંચ માંગી હતી. તેથી દીપકભાઈએ એસીબીને જાણ કરી હતી.
Published at : 06 Jun 2018 09:50 AM (IST)
View More





















