અમૂલ દ્વારા હવે કેમલ દૂધ શરૂ કરવામાં આવ્યું છે. જેથી ભૂજ જિલ્લાના અમૂક વિસ્તારોમાં ઉંટ રાખનારા લોકોને વેતન મળશે. કેમલ દૂઘ અંગે જાણકારી આપતા અમૂલના એમડી આર.એસ સોઢીએ જણાવ્યું કે, આ દૂધ પીવાથી ડાયાબીટીસના દર્દીઓ માટે નેચરક હિલિંગનું કામ કરશે.
2/3
ઊંટડીના દૂધમાં ગાયના દૂધથી પણ ઓછી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે. ઉંટડીનું દૂધ અનેક પ્રકારના સંક્રમણથી બચાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. ઉંટડીનું દૂધ ઑટિઝમ, ડાયાબિટીઝ, ફૂડ એલર્જી, કેન્સર સહિતની બિમારીઓથી બચાવે છે. માનસિક રોગના દર્દીઓ માટે પણ ઉંટડીનું દૂધ રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
3/3
અમદાવાદ: ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલે આજે કેમલ મિલ્ક લોન્ચ કર્યું છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં હવે સરળતાથી ઉંટડીનું દૂધ મળી રહેશે. મહત્વનું છે, કે આ દૂધ તમારા નજીકના અમૂલ સ્ટોર પર મળી રહેશે. 500 ગ્રામ દૂધની બોટલની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે.