શોધખોળ કરો
આજથી બેંકમાં બદલી શકાશે જૂની નોટો, જાણો બેંક, રાજ્ય સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે
1/6

આ ઉપરાંત, પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક ક્રોસ પેટ્રોલિંગ ગોઠવવા પૂરતા વાહનો અને માણસોની ફાળવણી કરવામાં આવી છે. નોટોનું વિતરણ થાય ત્યાં સુધી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. પોલીસ કમિશનર એ.કે. સિંઘે પ્રજાને અપીલ કરી છે કે, સરકાર અને બેન્કો દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ લોકોને ઉચિત માત્રામાં નાણાં દિવસો સુધી મળનાર છે. આથી, ક્ષણિક આવેશમાં કાયદો-વ્યવસ્થાનો ભંગ ન થાય તેની તકેદારી સૌ કોઈએ સ્વયંભૂ લેવી પડશે. વિતરણ ચાલતું હોય તે દરમિયાન લોકો ધીરજ રાખે. ટોળાંશાહી ન સર્જવા, ઘર્ષણ ટાળવા અને અફવાથી નહીં પ્રેરાવા પણ અપીલ કરાઈ છે.
2/6

નવી ચલણી નોટ મેળવવા માટે બેન્કો ઉપર ભારે ભીડ એકત્ર થવાની ભીતિથી કોઈ અનિચ્છનિય બનાવ અટકાવવા માટે શહેર પોલીસ સતર્ક બની છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોને તેમના વિસ્તારની તમામ બેન્કો, પોસ્ટઓફીસ અને ATM ઉપર બંદોબસ્ત ગોઠવવા તાકીદ કરવામાં આવી છે. આ સ્થળો ઉપર સવારથી પોલીસ, SRP અને હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવાશે.
Published at : 10 Nov 2016 07:33 AM (IST)
View More





















