બાળકનું નામ રોહન ભીલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોતાનો પુત્ર ગટરમાં પડી જવાની જાણ થતાં માતાએ રોકકળ કરી મુકી હતી.
2/7
મળતી વિગતો અનુસાર, સુરત નાના વરાછા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા. પાણીની ભમરીમાં બાળક તણાઇને ગટરમાં પડી ગયો હતો. ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોવાના કારણે બાળક ગટરમાં પડી ગયો હતો.
3/7
4/7
સુરતઃ સુરતના નાના વરાછા વિસ્તારમાં વરસાદી પાણીની ભમરીમાં બાળક તણાતા ગટરમાં પડી ગયું હતું. બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો. સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
5/7
6/7
જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉધના દરવાજા અને સચિન વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
7/7
ફાયર વિભાગ અને વહીવટીતંત્ર દ્ધારા બાળકને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી અને વરાછા વિસ્તારનો ધારાસભ્ય કુમાર કાનાણીના દાવા મુજબ આસપાસના દુકાનદારોએ ગટરનું ઢાંકણુ ખુલ્લી કરી દીધા હોવાના કારણે બાળક ગટરમાં પડયો હતો.