ડાંગની સરિતા ગાયકવાડે 4x400 રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં સરિતા સિવાય હિમા દાસ, પુવામ્મા અને વી કોરોથનો સમાવેશ થતો હતો.
2/3
સરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરીતાને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાના સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. ‘એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે કેરળ ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.