આ અંગેની મળતી માહિતી પ્રમાણે પાવાગઢ તારાપુર ખાતે ગઈ કાલે સવારે નવ વાગ્યાની આસપાસ પાવાગઢ ડુંગર ઉપર આવેલા તારાપુર નજીકથી પાદરા તાલુકાના જંબુસરની યુવતી અને દાહોદ જીલ્લાના લીમડી ગામના યુવકે 3 હજાર ફુટ ઉંડી ખીણમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાવાગઢ ડુંગર ઉપર મોતની છલાંગ લગાવનાર પ્રેમીએ પહેલાં યુવતીને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યુ હતું. તેમજ સેંથામાં સિંદૂર પુરીને પ્રેમલગ્ન કર્યા હતા. આ પછી બંનેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બન્નેને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જયાં યુવતીની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
2/4
ગલે ખીણમાં કૂદી જતા નજીકમાં આવેલ હોટલ માલિક જયેશભાઇએ પાવાગઢ પોલીસ અને સરપંચને બનાવ અંગેની જાણ કરતા પાવાગઢ પોલીસ સ્ટાફ અને 108ની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિકો સાથે મળી એક કલાકની ભારે જહેમત રેસ્કયુ ઓપરેશન બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવક યુવતીને બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં બંનેની પુછપરછમાં યુવતીએ પોતાનું નામ યામીની મગનભાઇ પરમાર(ઉવ.20, રહે. જંબુસર, તા.પાદરા), જ્યારે યુવક રવી રમેશભાઇ ગારી (ઉવ.19,રહે.લીમડી,જી.દાહોદ)હોવાનું જાણવા મળ્યું હતું.
3/4
યુવતીની હાલત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર આપી તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. જ્યારે રવીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંનેના વાલીવારસોને બનાવ અંગે જાણ થતાં તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બંનેએ આપઘાતનો પ્રયાસ કયા કારણોસર કર્યો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. બન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધ હતો. સમાજ એક નહીં થવા દે તેવી બીકથી બન્ને યુવક-યુવતીએ ખીણમાં પડી આત્મહત્યાની કોશિષ કરી છે.
4/4
હાલોલઃ એક યુગલે પાવાગઢ ડુંગર પર પ્રેમલગ્ન કર્યાની થોડીવાર પછી ત્રણ હજાર ફૂટ ઊંડી ખીણમાં મોતની છલાંગ લગાવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, ડુંગર ઉપરથી છલાંગ લગાવી રહેલા કપલને હોટલ માલિક જોઇ જતાં તેમણે પોલીસને જાણ કરતાં બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. અત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બચી ગયેલા યુવકે જણાવ્યું હતું કે, અમને સપનેય ખ્યાલ ન હતો કે અમે બચી જઇશુ. હું જાતે ચાલીને ખીણમાંથી બહાર આવ્યો છું.