ડાંગ-તાપીની સાતથી વધુ એમ્બ્યૂલન્સ ઘટના સ્થળ પર પહોંચી છે. સુરતના કોઈ પ્રાઈવેટ ટ્યૂશન કલાસિસના બાળકો હોવાનું તાપી કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. 8 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા છે. ખાનગી બસ સુરતના અમરોલી વિસ્તારની છે.
2/4
બસમાં આશરે 50 વિદ્યાર્થીઓ સવાર હતા. 8 વિદ્યાર્થીઓના મોત થયા છે. તમામ બાળકો 8થી 16 વર્ષના છે. આ મુદ્દે તંત્રને જાણ થતા ડાંગ જીલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે. જેમાં વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
3/4
પોલીસ તથા બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. બચાવની ટીમ તથા સ્થાનિક લોકોની મદદથી ઊંડી ખીણમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
4/4
ડાંગ: ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓ ભરેલી બસ ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8ના મોત થયા છે.