કોંગ્રેસના આ એલાનના સંદર્ભે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને એસટી બસ મથકો, રેલવે સ્ટેશનો તથા ધોરી માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે.
2/4
કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા ૨૮મીના અપાયેલા ભારત બંધના એલાનની પૂર્વે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગળના ત્રણ દિવસો માટે પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. કોંગ્રેસ દ્વારા ૨૫મીએ રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત કરાઈ છે, ૨૬મીએ બાઈક રેલી તથા ૨૭મીએ ધારાસભ્યો, સાંસદોને ઘેરાવ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગઇકાલે પણ શહેરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં શાકભાજી રસ્તે ફેંકાયા હતા અને નોટબંધીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ દેખાવો દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
3/4
ગુરુવારે સવારે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટક કરી લીધી હોવાના અહેવાલો છે. આવતીકાલે ૨૫મીને શુક્રવારે રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત થઇ ગઇ છે. કાર્યક્રમો નક્કી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે ખાસ તાકીદની બેઠક બોલાવાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણી હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો સહિત ધારાસભ્યો, સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નોટબંધીના વિરોધમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડાઈ હતી.
4/4
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યવ્યાપી રેલ-બસ રોકો આંદોલનને કારણે કારણે સ્થિતિ વણસી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા પણ પગલાં લેવાયા છે. દેશભરમાં વિરોધ પક્ષોએ ૨૮મીએ ભારતબંધનું એલાન પણ આપ્યું છે. કોંગ્રેસના કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે. આજે વિવિધ જિલ્લા મથકો અને મોટા શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયો હતો.