શોધખોળ કરો
ભાજપે ફતેપરાનું પત્તુ કાપીને મેદાનમાં ઉતારેલા ડો. મુંજપરા કોણ છે ? સુરેન્દ્રનગરમાં શાના માટે જાણીતા છે ?
1/4

2/4

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે લોકસભાની કુલ 16 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. આ પૈકી સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઈ છે. ભાજપે મુંજપરાના રૂપમાં નવો ચહેરો આગળ કર્યો છે ત્યારે મુંજપરા કોણ છે તે જાણું રસપ્રદ થઈ પડશે.
3/4

ડો. મુંજપરાની સુરેન્દ્રનગરમાં પોતાની હોસ્પિટલ છે અને સુરેન્દ્રનગર શહેરમાં જ રહે છે. ગત વિધાનસભા ની ચૂંટણીમાં પણ ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર ચાલ્યું હતું પણ એ વખતે ટિકિટ નહોતી મળી. હવે ભાજપ દ્વારા લોકસભાની સીટ આપવામાં આવી છે
4/4

ડો.મહેન્દ્ર મુંજપરા પોતે ચુવાળીયા કોળી સમાજના છે અને ડોક્ટર છે. સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા ડો. મુંજપરા ટોકન ફી લઈને તબીબી સેવા કરે છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે તે સુરેન્દ્રનગરમાં જાણીતા છે. આરોગ્ય, શિક્ષણ,કેમ્પ દ્વારા લોકોને મદદરૂપ થતા ડો. મુંજપરા M.B.B.S. છે. બધા સમાજના લોકોને સાથે તેમને સારા સંબંધો છે.
Published at : 24 Mar 2019 11:16 AM (IST)
View More





















