શોધખોળ કરો
ડમ્પરની ટક્કરે પ્રેગનન્ટ યુવતીનું પેટ ફાટતાં જીવિત ગર્ભ રોડ પર ફંગોળાયો, બે યુવતી પણ મોતને ભેટી
1/5

બંને બહેનો સગર્ભા હોય શનિવારે બપોરનાં અરસામાં હોસ્પિટલે ચેકઅપ કરાવવા માટે નિકળ્યાં હતાં અને ત્યાંથી શનિવારી બજારમાં ખરીદી કરવા જવાનાં હતાં ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવેલા પરિશ્રમ બિલ્ડર્સનાં રેતી ભરેલા ડમ્પર નં.જીજે-11-ઝેડ-9937એ ચારેયને હડફેટે લઇ લેતા વ્હીલ નીચે આવી જતાં પુજાબેન અને પાયલબેનનાં કમકમાટી ભર્યા મોત નિપજયાં હતાં.
2/5

મોટીબહેન પુજાને 8 માસનો અને નાનીબહેન પાયલને 2 માસનો ગર્ભ હતો. આ બનાવની કરૂણતા એ હતી કે, પુજાબેનનાં પેટમાં રહેલ 8 માસનો ગર્ભ રસ્તા પર ફંગોળાઇ ગયો હતો અને ગર્ભ જીવિત હોવાથી 108 દ્વારા મેંદરડા હોસ્પિટલે લાવવામાં આવેલ અને વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જવાતો હતો ત્યારે રસ્તામાં તેનું પણ મોત નિપજયું હતું. આ ઘટનાને નજરે જોનારા સૌ કોઇનાં હૈયા કંપી ઉઠયા હતાં.
Published at : 04 Dec 2016 11:18 AM (IST)
View More





















