શોધખોળ કરો
Advertisement
ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું
LIVE
Background
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.
23:36 PM (IST) • 23 May 2019
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 2014નું જ પુનરાવર્તન થયું હતું. 2014ની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. દેશની હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર સીટ પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સાડા પાંચ લાખ કરતા વધુ વોટથી વિજય થયો હતો.
23:22 PM (IST) • 23 May 2019
ગુજરાતની હાઇપ્રોફાઇલ બેઠક ગાંધીનગરથી અમિત શાહે કોંગ્રેસના સી.જે.ચાવડાને 5,57,014 રેકોર્ડ મતથી હરાવ્યા. 2014માં આ બેઠક પરથી અડવાણી 4,83,121 મતથી જીત્યા હતા.
23:21 PM (IST) • 23 May 2019
રાજકોટ બેઠક પરથી ભાજપના મોહનભાઈ કુંડારિયાનો ભવ્ય વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3,68,407 મતથી હાર આપી હતી. 2014માં કુંડારિયાએ 2,46,428 મતથી જીત મેળવી હતી.
23:22 PM (IST) • 23 May 2019
વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટે કોંગ્રેસના પ્રશાંત પટેલને 5,84,915 મતથી પછાડ્યા. 2014માં આ બેઠક પરથી નરેન્દ્ર મોદી 5,70,128 મતથી જીત્યા હતા. બાદમાં તેમણે વારાસણી બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટનો વિજય થયો હતો.
23:16 PM (IST) • 23 May 2019
નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે જીતની હેટ્રિક લગાવી. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને 6,89,668 મતના જંગી અંતરથી હાર આપી રેકોર્ડ સર્જ્યો. 2014માં પાટીલે 5,58,116 મતથી જીત મેળવી હતી.
Load More
Tags :
Gujarat Lok Sabha Election 2019 Naran Kachadia Election 2019 Hasmukhbhai Patel Amit Shah Election Resultsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion