તેમણે એમ પણ કહ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લીડર્સ કોલકાતામાં ભેગા થયા, એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી હતી. નેશનલ લેવલ પર એક વિકલ્પ આપવાની જવાબદારી અમને લાગે છે. દરેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું. UPમાં માયાવતી અને અખિલેશને સપોર્ટ કરીશું.
2/4
શરદ પવારે શંકરસિંહના એનસીપીમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને ખુશી છે કે બોસ્કી અને તેના સાથીઓ સંગઠન માટે મહેનત કરે છે. શંકરસિંહના આવવાથી અમારા કાર્યકર્તાઓનો હોંસલો વધશે. વાઘેલા પાસેથી ગુજરાતમાં તો માર્ગદર્શન મેળવીશું જ પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ લઈશું. અને તેમણે પણ આ માટે તૈયારી બતાવી છે.
3/4
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનો પંજો છોડી જનવિકલ્પ મોર્ચો નામની રાજકીય પાર્ટી બનાવનારા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં સામેલ થયા હતા. એનસીપીના શરદ પવાર, પ્રફુલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં બાપુએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો. બાપુ એનસીપીમાં સામેલ થતાં જ તેમને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
4/4
નોન બીજેપી પાર્ટી સાથે મળી કામ કરીશું. ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. તેના કારણે કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ફક્ત રાજ્યમાં નહીં અન્ય રાજ્યોમાં પણ ફરક પડશે.