શોધખોળ કરો
ગીરનારના જંગલમાં પણ શરૂ થશે સિંહ દર્શન, સરકારે આપી મંજૂરી
1/3

સિંહ પ્રેમીઓ માટે અત્યાર સુધીમાં સાસણ ગીરમાં સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, હવે ગીરનારના જંગલમાં પણ સિંહના દર્શન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવતા, બે જગ્યા પર દર્શન કરવાનો પ્રવાસીઓને લાભ મળશે. સાસણ ગીરની જેમ જ જીપ્સીમાં બેસીને સિંહ દર્શનની મજા માણી શકાશે. ગીરનારની ઉત્તર રેન્જમાં ઈન્દ્રેશ્વરથી પાતૂરણ વિસ્તારમાં સિંહ દર્શન કરાવવામાં આવશે. ગીરનાર જંગલમાં 50થી વધુ સિંહ પરિવાર વસવાટ કરે છે.
2/3

ગીરમાં સિંહ દર્શન માટે આવતા સિંહ પ્રેમીઓને હવે બે જગ્યા પર સિંહ દર્શન કરવાનો લાભ મળશે. ગિરનારના જંગલમાં 15 ઓક્ટોબરથી સિંહ દર્શન કરવા મળશે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. નજીકના દિવસોમાં જ દિવાળીનું વેકેશન પડશે, ત્યારે મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ સિંહ દર્શન માટે ગીરમાં આવતા હોય છે.
Published at : 15 Sep 2018 08:16 AM (IST)
Tags :
Sasan-girView More





















