આ અંગેની વિગત એવી છે કે, બિલીમોરા રાણા પરિવાર ગઈ કાલે પારડી જાન લઈને ગયો હતો. ગઈ કાલે રાતે ચિરાગ અમરતભાઈ રાણાના 24 વર્ષીય ચૈતાલી સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી પરિવાર અર્ટિગા કાર નંબર GJ21 AQ8220માં પારડી પરત ફરી રહ્યો હતો, ત્યારે આજે વહેલી કાર ડિવાઇડર કૂદીને આઇસર સાથે ટકરાતા અકસ્માત થયો હતો. ડુંગરી નજીક રોલા ગામે આ અકસ્માત સર્જાયો હતો.
2/4
જ્યારે આ અકસ્માતમાં વરરાજા ચિરાગ રાણા, ચિરાગની બહેન ઈશા સુનિલભાઈ રાણા, ચિરાગની બીજી બહેન જીગીસા રાણાને ઇજા થતાં તેમને સારવાર માટે ખસડેવામાં આવ્યા છે. આ તમામ લોકો ઇનોવા કારમાં બેઠા હતા. તમામ મૃતકોના પીએમ કરાવી ડુંગરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
3/4
આ અકસ્માતમાં નવવધૂ સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. અકસ્માતમાં નવવધૂ ચૈતાલી મહેશભાઈ રાણા (ઉં.વ. 24), વરરાજાની ફોઇ યશવંતીબેન અરવિંદભાઈ રાણા, વરરાજાના બનેવી નિકુંજ જયંતિભાઈ રાણા અને ચિરાગની ભાણી પરી સુનિલ રાણા(ઉ.વ.2)નું મોત થયું છે.
4/4
વલસાડઃ પારડી ખાતે ગઈ કાલે દીકરાના લગ્ન કરીને નવવધૂ સાથે કારમાં બેસીને પરત આવી રહેલા બીલીમોરાના પરિવારને વલસાડના ડુંગરી ખાતે અકસ્માત નડતાં નવવધૂ, બનેવી, ભાણી અને ફોઇનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. નવવધૂ સંસાર માંડે તે પહેલા જ તેનું મોત થતાં દીકરીના પરિવારમાં પણ માતમ છવાયો છે.