ગુજરાત સરકાર ‘ફેટ ટેક્સ’ કઈ રીતે લાદવો તે અંગે જુદા જુદા વિકલ્પો અંગે વિચારી રહી છે. આ ટેક્સને લઈને ઘણી શક્યતાઓ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકાર આગામી નાણંકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો અમલ કરવા વિચારી રહી છે.
2/6
જીએસટી હાલમાં અમલી વેલ્યુ એડેડ ટેક્સથી તદ્દન અલગ હશે. તેના કારણે સરકારે આવતા વર્ષથી ફેટ ટેક્સ લાગુ કરવો હોય તો તે માટેનું માળખું તૈયાર કરવા માટે જુદા જુદા વિકલ્પો પર વિચારણા કરવી જરૂરી છે. રાજ્ય નાણાં વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેન્માર્ક અને હંગેરી જેવાં ઘણાં યુરોપિયન દેશોમાં ફેટ ટેક્સ ઉઘરાવવામાં આવે છે.
3/6
ગાંધીનગર: કેરળ સરકારે તાજેતરમાં પિત્ઝા, બર્ગર તથા અન્ય જંક ફૂડ પર 14.50 ટકા ‘ફેટ ટેક્સ’ લાદ્યો તેની ભારે ચર્ચા થઈ હતી. હવે ગુજરાત સરકાર પણ કેરળ સરકારની જેમ રેસ્ટોરંટ ચેઈન્સમાં મળતા પિત્ઝા, બર્ગર તથા અન્ય જંકફુડ પર 14.5% ‘ફેટ ટેક્સ’ લાદવાનું વિચારી રહી છે. આ ‘ફેટ ટેક્સ’ દ્વારા ઉભી થનારી આવકનો ઉપયોગ સરકાર આરોગ્યને લગતી સેવાઓ આપવા કરશે.
4/6
લોકો આરોગ્ય માટે નુકસાનકારક એવાં જંક ફૂડ ખાતાં અટકે અને સાથે સાથે હેલ્થકેર માટે નાણાં એકઠાં કરી શકાય તે ઉદ્દેશથી આ ટેક્સ લદાયો છે. આ જ કારણથી રાજ્યમાં ફેટ ટેક્સ ઉઘરાવવાનું સરકાર વિચારી રહી છે. ફેટ ટેક્સથી લોકો જંકફૂડની આડઅસરો વિશે પણ માહિતગાર થશે.
5/6
હાલ સરકાર કેરળનાં આ ટેક્સ મોડેલનો અભ્યાસ કરી રહી છે જેથી આવતા વર્ષે તેને બજેટમાં ઉમેરવું કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકાય. GST બિલ આવતા વર્ષે અમલમાં આવશે તો ફેટ ટેક્સ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે. હાલ તો અમે આ તમામ પાસાં વિશે વિચારી રહ્યા છે.’
6/6
કેરળમાં સરકાર દ્વારા ફેટ ટેક્સ લાદવામાં આવ્યો તે સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ એ સ્થિતી સર્જાઈ શકે છે તે જોતાં સરકાર બહુ સાવચેતીપૂર્વક આ દિશામાં આગળ વધશે.