ઇ-ગ્રામ અને જનસેવા કેન્દ્રમાં રેકર્ડ ઓફ રાઇટની નકલ લેવા, જમીનનાં વ્યવહારની ફેરફારની નોંધ દાખલ કરાવવા, સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા, બેંકમાં બોજાની નોંધ દાખલ કરાવવા કે કમી કરાવવા તથા સ્વૈચ્છિક રીતે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખાતામાં આધાર કાર્ડનું સીડીંગ કરાવવા માગતો હોય તો સંબંધિત અધિકારીએ ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધવાનો રહેશે.
2/5
ઉપરાંત સંબંધિત મહેસૂલી અધિકારી દ્વારા જે નોંધો દાખલ કરવાની રહેશે તેમાં જમીન ફાળવણી, બિન ખેતી, શયત બદલી, સરવે સુધાર, જમીન ખાલસા, લીઝ ભાડા પટ્ટો, પ્રમોલગેશન, આરટીએસનો હુકમ તથા જમીન સંપાદનનાં વિવિધ હુકમોનો સમાવેશ થાય છે. આવા ફેરફારોની નોંધો એસએસઆરડી, જિલ્લા તથા તાલુકા પંચાયત કચેરી, જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારી તથા ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરવાની રહેશે.
3/5
ખોટી વ્યક્તિઓ દ્વારા થતા ફ્રોડનાં કિસ્સામાં ખાતેદારો જયારે ૭/૧૨ ની નકલ લેવા જાય ત્યારે દસ્તાવેજ નોંધણી કરાવે ત્યારે ઇ-ગ્રામ સેન્ટર પર જન સેવા કેન્દ્રમાં ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધાવી શકશે.
4/5
આ સુધારાઓ અંતર્ગત જમીનધારકને તેની જમીનના હુકમની હુકમ કરનાર અધિકારી દ્વારા જ દફતરમાં નોધ પાડવામાં આવે તે હેતુથી કેટલાક નક્કર પગલાં લીધા છે તે મુજબ ૧.૪.૨૦૧૭ પહેલા જે હુકમો થયા હોય અથવા થવાના હોય તેની નોંધો જે તે હુકમ કરનાર સક્ષમ અદિકારીની કચેરી જ કરશે તેમ મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
5/5
અમદાવાદ: સામાન્ય જનતાને સ્પર્શતા મહેસુલ સંબંધી વહીવટી પ્રશ્નોમાં વહીવટી, સરળતા, પારર્દશિતા અને વધુ સંવેદનશિલતા લાવવાના હેતુથી તથા પારદર્શી મહેસુલી વહીવટની પ્રજાને અનુભુતિ થાય એ દિશામાં રાજય સરકારના મહેસુલ વિભાગે અલગ અલગ ત્રણ પરિપત્રો કરીને મહત્વના નિર્ણય સાથે કેટલાક નવીન સુધારાઓ કર્યા છે. જેમાં નોંધના કાગળો પૈકીના અગત્યના દસ્તાવેજો ફરજીયાતપણે સ્કેન કરવાના રહેશે. જેથી જરૃરીયાત સમયે દસ્તાવેજો મેળવી શકાય. ભળતા નામ કે અટકના આધારે જમીન વેચાણના કિસ્સાઓને નિવારવા નક્કી કરવા ખાતેદારો પોતાનો આધાર કાર્ડ નંબર આપવા માગે તો તેમની જમીનની વિગત સાથે ચકાસણી કરીને તેને લીંક કરાશે.