મૌલિન સોમવારે રાતે છોકરીના ઘરે ગંભીર રીતે ઘાયલ હાલમાં મળ્યો હતો. જે બાદ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું હતું. મૌલિન મેલબોર્નમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કરતો હતો.
2/6
મૌલિન રાઠોડ સોમવારે સ્થાનિક સમય મુજબ રાતે 9 વાગે પશ્ચિમ મેલબોર્નના સનબરી ઉપનગરમાં 19 વર્ષીય છોકરીના ઘરે આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ છોકરી તેના ઘરમાં એકલી જ રહે છે. તેની જાણી જોઈને ઈજા પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
3/6
અહેવાલ મુજબ રાઠોડના મોત બાદ આરોપ બદલવામાં આવશે અને હત્યાનો મામલો નોંધવામાં આવેશે. છોકરીને રાત્રે મેલબોરન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી ફરી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
4/6
રાઠોડના મિત્ર લવપ્રીત સિંહના કહેવા મુજબ, તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું અને ચાર વર્ષ પહેલા ભણવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. આ ઘટનાથી તેના માતા-પિતા ઊંડા આઘાતમાં છે.
5/6
મૌલિનના પિતા હિરેનભાઇ રાઠોડે કહ્યું હતું કે પાલડીની પુલકિત સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સહજાનંદ કોલેજમાં બીકોમ કર્યું હતું. તે નવેમ્બરમાં ઇન્ડિયા આવી પરત ઓસ્ટ્રેલિયા જવાનો હતો. અમે છોકરીને ઓળખતા નથી.
6/6
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં 25 વર્ષીય ભારતીય સ્ટુડન્ટ મૌલિન રાઠોડની એક છોકરીએ હત્યા કરી દીધી. મૂળ અમદાવાદનો મૌલિન છોકરી સાથે ડેટિંગ સાઇટ દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને તેને મળવા ગયો હતો. છોકરીએ રાત્રે તેને ઘરે બોલાવીને હત્યા કરી નાંખી હતી.