એપ્રિલમાં ગુજરાતીઓએ કાળઝાળ ગરીનો અનુભવ કર્યો. એપ્રિલમાં ગરમીને કારણે 20 હજારથી વધુ લોકોને ગરમીની અસર થઈ હતી. જેમાં પેટના દુખાવાની સૌથી વધુ જોવા મળી હતી. એપ્રિલમાં જે ગરમી 40 ડિગ્રી આસપાસ રહેતી હતી તે હવે સીધી 44 સુધી પહોંચી જતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે.
2/6
આગામી ચારેક દિવસ માટે હવામાન ખાતા દ્વારા ગરમીનો પારો વધવાની શક્યતા દર્શાવાઇ છે. ત્યારે ગરમીથી બચવાના શક્ય તમામ ઉપાયો કરવાની સુચના અપાઇ છે. બાળકો અને અશક્તોએ તો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. ગરમીનો પારો વધવાની સંભાવનાને પગલે લોકોઅે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇઅે.
3/6
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે. જેને પગલે આગામી પાંચ દિવસ ગરમીમાં રાહત મળવાની સંભાવના નહીંવત છે. સમગ્ર ગુજરાતમાં 42થી 44 ડીગ્રી સુધી આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/6
સોમવારે અમદાવાદમાં ૧૧૬ લોકોને ગરમીની અસર થતા સારવાર અપાઇ હતી. અમદાવાદમાં ચાલુ માસમાં કુલ ૯૭૫ લોકો ગરમીને કારણે મુર્છિત થઇને ઢળી પડયા હતા. સમગ્ર રાજ્યનો ચિતાર જોવા જઇએ તો રાજ્યમાં ૩,૭૭૦ લોકો મુર્છિત થઇ ગયા હતા. લૂ લાગવાથી પેટનો દુખાવો, છાતીનો દુખાવો, મુર્છિત થવાના કિસ્સાઓ વધી ગયા છે. ગરમીને લઇને રાજકોટમાં ૬૪૨ , સુરતમાં ૧,૧૨૦ , વડોદરામાં ૬૬૦ લોકોને લૂ લાગી હતી.
5/6
અસહ્ય ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસરો જોવા મળી રહી છે. લૂ લાગવાથી માનવ શરીરમાં વિવિધ તકલીફો લોકોએ સારવાર લેવાની ફરજ પડી રહી છે.
6/6
અમદાવાદઃ મે મહીનો શરૂ થતા જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ ગરમી વધુ આકરી બનશે તેવી આગામી હવામાન વિભાગે કરી છે.