શોધખોળ કરો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

1/3

હવામાન વિભાગ દ્વારા રાજયના 20 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણા, બનાસકાંઠા,તાપી, પાટણ, આણંદ, અમદાવાદ, નર્મદા, ડાંગ, રાજકોટ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ સહીતના જિલ્લાઓ શામેલ છે. જયારે પંચમહાલ, અમરેલી, ભાવનગર, ખેડા, ગોધરા, અરવલ્લી, સુરત સહીતના જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
2/3

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજય સરકાર દ્વારા NDRFની પાંચ ટીમ તૈનાત કરવામાં આવી છે. આકસ્મિક આફતને પહોંચી વળવા માટે NDRFની વધુ બે ટીમો અજમેર ખાતેથી મંગાવાઈ છે. જેમાં એક ટીમ પાલનપુર રહેશે જ્યારે એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.
3/3

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારે થી અતિ બાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 18 Aug 2018 08:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ગાંધીનગર
Advertisement
