ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં રવિવાર સવારે અગિયાર વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી સતત વરસાદ પડયો હતો. વરસાદની સિઝન દરમિયાન શહેરમાં અત્યારસુધી 14 ઈંચ વરસાદ પડયો છે. એટલે હજુ 28 ઈંચ વરસાદની ઘટ છે.
2/4
દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે ડાંગના વઘઈમાં સૌથી વધુ ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા તાલુકામાં બે ઈંચથી અઢી ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
3/4
અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમ અને ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચશે. જેના કારણે આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.
4/4
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યાતા છે.