ગાંધીનગર: ગુજરાતમાં સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટે મહત્વની જાહેરાત કરી છે. સરકાર તરફથી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરી આ મુદ્દે જાણકારી આપી છે. નીતીન પટેલે કહ્યું કે, બીન અનામત વર્ગ માટે નીગમ બનાવવામાં આવ્યું છે. આ મુદ્દે સરકારે નિર્ણય લીધો છે કે, લાભાર્થીની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા આ આવક મર્યાદા 3 લાખ હતી, જે હવે 4.50 લાખ કરવામાં આવી છે.
2/3
નીતિનભાઈ પટેલે કહ્યું કે, વિદ્શ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીને ઓછા વ્યાજ દરે લોન આપવા માટે પરિવારની આવક મર્યાદા પહેલા 4 લાખ નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવેથી 6 લાખ પરિવારિક આવક મર્યાદા હશે તે વિદ્યાર્થીઓને પણ વિદેશ કે રાજ્ય બહાર અભ્યાસ કરવા માટે ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે.
3/3
આ સિવાય ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરતા નીતીન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધીમાં માત્ર મેડિકલના અભ્યાસ માટે વિદેસ જતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવતી હતી, હવેથી માત્ર મેડિકલ જ નહી પરંતુ અન્ય અભ્યસક્રમ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ ઓછા વ્યાજ દરે લોન આપવામા આવશે. બસ શરત એટલી જ છે કે, વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. આ યોજનાનો લાભ ગુજરાત બહાર અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મળશે.