ભાવનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત પાંચમા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. ભાવનગરના જેસરમાં છેલ્લા સાત કલાકમાં નવ ઇંચ વરસાદ પડતા જ જળબંબાકાર થઇ ગયું હતું. ભારે વરસાદને કારણે બસસ્ટેન્ડ વિસ્તારમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સવાર તણાયો હતો. જોકે, સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો.
2/4
ભારે વરસાદથી ભાવનગરના તળાજા નજીકનો બગાડ ડેમ ઓવરફ્લો થયો છે. તળાજામાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે બગડ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ છે. નદીનો પ્રવાહ પાસે આવેલા દાઠા ગામમાં ઘૂસે તેવી શક્યતા છે.બીજી તરફ વાલર, બગદાણા અને ઓથડા ગામ બેટમાં ફેરવાયું હતું.
3/4
રાજયમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી બાદ સરકારી તંત્રને એલર્ટ જાહેર કરાયું છે. વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.