આ 21 વર્ષીય યુવતીએ કરેલા આક્ષેપ પ્રમાણે ફેશન ડિઝાઇનિંગમાં પ્રવેશ અપાવવાની લાલચ આપી અબડાછાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ ગાંધીનગર જતી વખતે ખેતરમાં કાર રોકીને કારમાં બળાત્કાર ગુજાર્યા બાદ મોબાઇલમાં શારીરીક સંબંધો બાંધતા હતો તેનો વીડિયો ઉતારી લીધો હતો.
2/9
આ અરજીના મામલે સરથાણા પીઆઇ અને સુરતના પોલીસ કમિશ્નર આ મામલે વિરોધાભાસી વાતો કરી રહ્યા છે. યુવતીએ જ્યાં અરજી કરી હતી તે સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું કે, પીડિતા દ્વારા તપાસ સ્થગિત કરવાની વિંનતી અરજી અમારા સુધી હજુ સુધી આવી નથી.
3/9
સુરત: ભાજપના નેતા જયંતિ ભાનુશાળીએ પોતાની સાથે પરાણે સેક્સ માણીને તેનો વીડિયો ઉતાર્યો હતો અને બ્લેકમેઈલ કરીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સુરતની યુવતીએ કર્યો હતો. આ કોલેજીયન યુવતીએ પોતાને ન્યાય અપાવવા માટે પોલીસમાં અરજી પણ કરી હતી.
4/9
ચાર દિવસ પહેલાં થયેલી આ અરજીની તપાસમાં સરથાણા પોલીસ રીતસર ચકરાવે ચડી હતી. અરજીમાં મોબાઇલ નંબર નહિ હોવા સાથે એડ્રેસ પણ ખોટું લખાયું હતુ. વળી, પીડિતા અને તેના પરિવારનો કોઇ પત્તો નહીં લાગતા પોલીસ તપાસ આગળ વધી જ શકી નથી.
5/9
આ અંગે પોલીસ કમિશનર સતિષકુમાર શર્માએ જણાવ્યું કે, પીડિતાએ એક અરજી એપ્રિલ મહિનામાં કરી હતી. જેમાં પીડિતાએ લખ્યું હતુ કે, મારા નામે આગામી દિવસોમાં અરજી થઇ શકે છે, જેની તપાસ કરવી નહિ. એપ્રિલ મહિનામાં થયેલી આ અરજી બાદ તાજેતરમાં પીડિતાના નામથી અરજી મળી હોવાનું શર્માએ ઉમેર્યુ હતુ.
6/9
ભાનુશાળીએ આ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી પીડિતાનું વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું. આ ગંભીર આક્ષેપો સાથે પીડિતાએ પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. હવે આ નવી અરજી ફરતી થતાં મામલામાં નવો વળાંક આવ્યો છે.
7/9
બીજીતરફ ભાજપના નેતા સામે બળાત્કારના આરોપ સાથેની અરજી પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરનો દાવો છે કે પીડિતાએ એપ્રિલ મહિનામાં જ કમિશનરને એક અરજી કરી આ કેસમાં હવે પછી કોઈ તપાસ નહિ કરવા જણાવ્યું હતુ.
8/9
ભાજપના નેતા સામે રહસ્યમય રીતે બળાત્કારની અરજી થયા બાદ તપાસ સ્થગિત કરવાની અરજી રહસ્યમય રીતે ફરતી થઈ અને આ અરજી પોલીસ કમિશ્નરને મળતાં આ મામલે નવો વળાંક આવ્યો છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતના નાના વરાછા ખાતે રહેતી યુવતીએ બળાત્કારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
9/9
દરમિયાનમાં આ યુવતીની વધુ એક અરજી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. યુવતીએ લખેલી કહેવાતી અરજીમાં ભાનુશાળી સામે બળાત્કારના આક્ષેપો કરતી અરજીની તપાસ હાલ પૂરતી સ્થગિત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પોતે હાલમાં પોલીસ સામે હાજર નહીં થઈ શકે તેમ પણ જણાવ્યું છે.