અમદાવાદઃ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા વધી રહ્યા છે. પોલીસ સ્પેશિયલ ડ્રાઈવર કરીને દારૂની મહેફીલ પર દરોડા પાડી રહી છે. રાજ્યમાં દારૂબંધીની સામે સરકાર અવારનવાર કડક પગલા લેવાની વાત કરી આવે છે. પરંતુ છેલ્લા છ વર્ષના આંકડા જોઈને તમે ચોંકી જશો.
2/5
અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2011-12માં 15 લાખ 21 હજાર લિટર વપરાશ હતો જે છેલ્લા પાંચ વર્ષમાં 58.93 લાખ વધીને 74 લાખ 14 હજાર થયો.
3/5
સુરતની વાત કરીએ તો છેલ્લા છ વર્ષ દરમિયાન સુરતમાં 278 કરોડનો 1 કરોડ 13 લાખ લિટર દારૂ વેચાયો છે. જ્યારે આ પહેલા 2011-12માં માત્ર 14 લાખ લિટર દારૂ જ વેચાયો હતો.
4/5
વર્ષ 2012 અને 2018 વચ્ચે કુલ 3 લાખ 65 હજાર પરમિટ આપવામાં આવી હતી. જેમાં રાજ્યમાં રહેતા માત્ર 52 હજાર લોકોને પરમિટ અપાઈ હતી. આમ કુલ 3 લાખ 13 હજાર પરમિટ પ્રવાસીઓ(વિદેશી અથવા ગુજરાત બહાર રહેતા)ને આપી હતી.
5/5
આરટીઆઈમાં બહાર આવેલી વિગતો મુજબ, ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં કાયદેસરના દારૂના વેચાણમાં છ ગણો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2011-12માં 51 લાખ લિટર દારૂનું વેચાણ થયું હતું. જ્યારે 2012-13થી 2017-18 દરમિયાન 3.33 કરોડ લિટર દારૂ વેચાયો છે. આમ કુલ 3 કરોડ 85 લાખ લિટર દારૂ વેચાયો છે.