શોધખોળ કરો
ગોધરાઃ યુવતીને પતિના મિત્ર સાથે સેક્સ સંબંધ, પતિની ભડથું થયેલી લાશ મળી ને પછી આવ્યો વિસ્ફોટક વળાંક
1/8

અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લીધું અને છબનપુર પાસે આવ્યા ત્યારે ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી પાના વડે ભલાના માથામાં ફટકો મારતાં તે બેભાન થઈ ગયો. પછી અરવિંદે વાનમાં પેટ્રોલ છાંટી ભલાને સળગાવી દીધો હતો.
2/8

અરવિંદને પત્નિ તથા મિત્રના સેક્સ સંબંધની જાણ થતાં તે ધુંઆપુંઆ થઈ ગયો હતો. તેણે ભલા નાયકની હત્યાનું કાવતરૂ રચ્યું અને તેને ગત શનિવારે સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. બંને અલગ અલગ સ્થળે ફર્યા ત્યારે જ અરવિંદે તમામ તૈયારી કરી લીધી હતી.
3/8

અરવિંદ અને ભલાભાઈ મિત્રો છે. બંનેનાં ઘર વચ્ચે માંડ 300 મીટરનું અંતર છે તેથી બંને એકબીજાના ઘરે આવતા. એ દરમિયાન ભલાભાઈને અરવિંદની પત્નિ કપિલા સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. અરવિંદની ગેરહાજરીમાં બંને સેક્સમાં ડૂબી પોતાની હવસ સંતોષતાં.
4/8

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ કેસ લવ,સેક્સ ઔર ધોખાનો છે. મોતને ભેટનાર ભલાભાઇ નાયક પરણિત હતો પણ તેની બાળકોને લઇને બીજા પુરૂષ સાથે ભાગી ગઈ અને તેની સાથે જ રહે છે. પરિણામે ભલાભાઇ એકલો જ રહેતો હતો.
5/8

ગોધરાઃગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથું થઈ ગયેલી હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં જબરદસ્ત વળાંક આવ્યો છે. એક તરફ આ ઘટનાના બીજા દિવસે મૃત મનાતો અરવિંદ નાયક જીવતો પાછો આવતાં સૌ હેબતાઇ ગયા છે તો બીજી તરફ મળેલી લાશ અંગે પણ મોટો ખુલાસો થયો છે.
6/8

પોલીસે અરવિંદની પૂછપરછ કરતાં તેણે જ પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અરવિંદે કબૂલ્યું છે કે જેની લાશ મળી તે ભલાભાઇ ચેલાભાઇ નાયક (ઉવ.30)ની હતી અને પોતે જ કાવતરૂં રચીને ભલાભાઈની હત્યા કરી નાંખી હતી.
7/8

ભલાને મોતને ઘાટ ઉતારી અરવિંદ ત્યાંથી નાસી ગયો હતો. વાન તેની હોવાથી સૌએ માની લીધું કે અરવિંદની હત્યા કરાઈ છે. પોલીસે લાશના જરૂરી સેમ્પલ લીધા તથા પીએમ બાદ લાશ પરિવારને સોંપી હતી. પરિવારે અરવિંદના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને શોક પાળતા હતા.
8/8

સોમવારે રાત્રે 9.30 કલાકે અરવિંદ પાછો આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અરવિંદ જીવિત આવતાં કેટલાંક લોકોએ ભૂત હોવાનું કહ્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. અરવિંદ પણ દાઝ્યો હોવાથી તેને સારવાર માટે ખસેડાયો. એ પછી તેણે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી.
Published at : 28 Sep 2016 10:59 AM (IST)
Tags :
MurderView More





















