જહાજ ડૂબી ગયું ત્યારે તેમાં ભરેલી ગાડીઓ સહિતની વસ્તુઓ પત્તાની જેમ પાણીની સપાટી પર તરતી જોવા મળી હતી. આ સમગ્ર ઘટના બાજુના જહાજ પર પહેલા એક ક્રૂ મેમ્બરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
2/5
સમયસૂચકતા વાપરીને ઝીલ જહાજ પર રહેલા નવ જેટલા ક્રૂ મેમ્બર્સ દરિયામાં કૂદી ગયા હતા. આ ક્રૂ મેમ્બર્સને અન્ય જહાજે બચાવી લીધા હતા. જહાજ પર લાદવામાં આવેલી ગાડીઓનો કાફલો જહાજ સાથે જ દરિયામાં ડૂબી ગયો હતો.
3/5
કચ્છ: માંડવીના સલાયાનું એક જહાજ મધદરિયે ડૂબી ગયું છે. ઝીલ નામનું આ જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવી ગયા બાદ દરિયામાં ડૂબી ગયું હતું તેવું જાણવા મળી રહ્યું છે. તેની સાથે જ જહાજમાં રહેલો તમામ સામાન પણ દરિયામાં ગરક થઈ ગયો હતો અને કાર પાણીમાં તરવા લાગી હતી.
4/5
ક્રૂ મેમ્બર્સે જહાજને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જોકે જહાજ ડૂબી ગયું ત્યારે તેની બાજુમાં એક બીજું જહાજ હાજર હતું તેના ક્રૂ મેમ્બર્સે પણ ડૂબી રહેલા જહાજને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જોકે, અનેક પ્રયાસો છતાં જહાજને બચાવી શકાયું ન હતું.
5/5
મળી રહેલી માહિતી મુજબ, માંડવીના સલાયાનું ઝીલ જહાજ દુબઈથી યમન જવા માટે રવાના થયું હતું. મધદરિયે આ જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું હતું. ત્યાર બાદ જહાજ એક બાજુએ નમી ગયું હતું.