ઉનાના ગીરગઢડામાં સતત બીજા દિવસે મેઘકૃપા થતા ગ્રામ્ય પંથકમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ડોળાસામાં જોરદાર વરસાદી ઝાપટું પડતાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.
4/6
વરસાદનાં પગલે વીજળી જતાં રહેલા લોકો હાલાકીમાં મુકાયા હતા. આ વરસાદથી ઉભા પાકને જીવનદાન મળી ગયું છે. વિસાવદર પંથકમાં વરસાદનાં પગલે ધ્રાફડ અને ઓઝતનાં પાટીયા ખુલ્લા હોય તેમજ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો હોય વિસાવદરનાં ચાર ગામ અને જૂનાગઢનાં થુંબાળાને ટીડીઓ દ્વારા સાવચેત કરાયા છે.
5/6
વિસાવદર: છેલ્લા ઘણાં સમયથી વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે. ત્યારે હાલ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે વિસાવદરનાં ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા, મોટી મોણપરી સહિતમાં ગુરૂવારે સાંજે મેઘાએ એન્ટ્રી કરી હતી. વિસાવદરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વિસાવદરમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં 2 મીમી, વંથલીમાં 5 મીમી નોંધાયો હતો. બીલખામાં પણ ગલીઓમાં પાણી વહેતા થયા હતા.
6/6
આ ઉપરાંત તાલાલા તાલુકાનાં પુર્વ તરફનાં માધુપુર, ધાવા, સુરવા સહિતનાં ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આંકોલવાડી, બામણાસા, હડમતીયા વિસ્તારમાં એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. વરસાદનાં પગલે ખેડુતોમાં ખુશી જોવા મળી હતી.