સુરત સિટીમાં રાત્રે બે કલાકમાં અઢી ઇંચ જ્યારે માંડવી, પલસાણા, મહુવા અને બારડોલીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના ડોલવણમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી, વાંસદા અને ચિખલીમાં પણ પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
4/8
ખેડબ્રહ્મામાં રવિવારે સવારે બજાણિયા પરિવારના બાળકનું આકસ્મિક મોત નિપજ્યાં બાદ તેની અંતિમવિધી કરવા માટે પરિવારના ડાઘુઓ હરણાવ નદીમાં બેટ ઉપર પહોંચ્યા હતા પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતાં 9 ડાઘુઓ ફસાઈ ગયા હતા.
5/8
હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં 191 મી.મી વરસાદ ખાબક્યો હતો. આઠ ઈંચ વરસાદને પગલે નદી નાળાં છલકાઈ ગયા હતાં. ભિલોડા પંથકમાં રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ભિલોડામાં ચાર ઈંચ વરસાદ તૂટી પડતાં મેશ્વો જળાશયમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી.
6/8
ઈડરમાં છ ઈંચ જ્યારે મોડાસા, મેઘરજ અને વિજયનગરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું.
7/8
હિંમતનગર: વિરામ બાદ વરસાદે ઉત્તર ગુજરાતમાં ફરી એન્ટ્રી કરી છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં 24 કલાકમાં હિંમતનગરમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભિલોડામાં સાત ઈંચ વરસાદ પડતાં મેશ્વો ડેમ ઓવરફ્લો થતાં નદી કિનારાના 18 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
8/8
પાણીની આવક થતાં ડેમ ભરાવાતો હોવાથી મેશ્વો નદીમાં પુર આવી શકે તેમ હોય તંત્રએ નદી કિનારાના 18 ગામોને એલર્ટ કરી દીધા હતા. ભિલોડામાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચ વરસાદ થતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.