બંને યુવકો એટલેથી નહોતા અટક્યા અને તેમણે યુવતીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બધાથી કંટાળેલી યુવતીએ ફરિયાદ કરતાં પોલીસે અમિત ઉર્ફ નરેન્દ્ર સુભાષ તિવારીને ઝડપી લીધો છે જ્યારે ચીકના ફરાર છે.
2/5
પોલીસે આપેલી વિગતો અનુસાર, વાપીના અમિત ઉર્ફ નરેન્દ્ર સુભાષ તિવારી અને મયંક ઉર્ફ ચીકનાએ વાપીના કસ્ટમ રોડ પર આવેલા જગનપાર્ક બંગલા નંબર બી-7 ખાતે રહેતી મુસ્લિમ યુવતીનોનો સંપર્ક કર્યો હતો. તેમણે યુવતીને તેના પતિના ગોરખધંધાની પોતાની પાસે માહિતી હોવાનું જણાવ્યું હતું.
3/5
સુરતઃ વાપીમાં બનેલી એક ઘટનામાં બે યુવકોએ એક મુસ્લિમ યુવતીને કલ્પનામાં ના આવે તેવા બહાને લલચાવી હતી. લલચાયેલી યુવતી યુવકોને મળી પછી તેની સાથે તેમણે સેક્સ સંબંધ બાંધ્યા અને તેનો વિડીયો ઉતારી લીધો. પછી વિડીયો જાહેર કરવાની ધમકી આપી તેની સાથે વારંવાર સેક્સ સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
4/5
આ બિલ્ડિંગમાં બંનેએ યુવતી સાથે વારાફરતી સેક્સ સંબંધ બાંધ્યા અને પછી તેના વીડિયો બનાવી લીધા હતા. એ પછી તેમણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવીને તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
5/5
યુવતીને તેમણે કહ્યું હતું કે તેમની પાસે તેના પતિના આડાઅવળા ધંધાની માહિતી છે અને તેને એ માહિતી આપી શકે છે. યુવતીએ પહેલાં તો વાત ના માની પણ વારંવાર આ રીતે પુરાવા આપવાની લાલચ આપતાં યુવતી તેમને મળવા તૈયાર થઈ હતી. પુરાવા આપવાના બહાને બંને યુવકો તેને એક બિલ્ડિંગમાં લઇ ગયા હતા.