આમ, આ પ્રેમસંબંધ આગળ વધતાં હવે તેમણે સાથે જ જીવવા-મરવાનું નક્કી કરી લીધું હતું. તેઓ ગત પહેલી ઓક્ટોબરના રોજ પોતાના ઘરેથી ભાગી નીકળ્યા હતા. તેઓ ભાગીને વિરપુર તાલુકાના આશાપુર આવી પહોંચ્યા હતા. દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા અશોકે કાજલને માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
2/4
બે ઓક્ટોબરના રોજ વીરપુર પોલીસને આશાપુર સીમમાંથી કાજલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ કરતાં સમગ્ર વિગત સામે આવી હતી અને અશોકની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે હત્યાના ગુનામાં અશોક પરમારની ધરપકડ કરી છે.
3/4
નડિયાદઃ 21 વર્ષિય પરણીત યુવક અને 35 વર્ષીય પરિણીતાની એક લવ સ્ટોરી સામે આવી છે. બંનેના લગ્ન થઈ ગયા હોવા છતાં બંને વચ્ચે લગ્નેત્તર બંધાયા હતા. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ આ યુગલ એકબીજા વગર રહી ન શકતાં પોતાના લગ્નસંબંધોની સીમા વટાવીને ભાગી ગયા હતા. જોકે, આ લવ સ્ટોરીમાં એક કરુણ વળાંક આવ્યો છે. આ વાત છે બાલાસિનોર તાલુકાના વડદલાના 21 વર્ષીય અશોક અને 35 વર્ષીય કાજલની.
4/4