ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. બેંચે જણાવ્યું હતું કે, તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ મામલામાં હજી ચર્ચા થઇ શકે છે. એટલે તેમણે જામીન આપ્યાં છે.
2/3
મહત્વનું છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આવી હતી. અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા.
3/3
નવી દિલ્હીઃ 2002માં ગુજરાતના નરોડા પાટિયામાં થયેલ રમખાણોમાં 4 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. ઉમેશભાઈ ભરવાડ, રાજકુમાર, પ્રકાશ રાજપૂત અને હર્ષદ પરમારની અપીલની સુનાવણી પૂરી થવા સુધી જામીન આપવામાં આવ્યા છે. તમામને હાઈકોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે તેને સજા માત્ર એ આધારે આપવામાં આવી છે કે, કેટલાક પોલીસ કર્મચારીએ ઘટનાસ્થળ પર તેમના હોવાનું નિવેદન આપ્યું છે.