શોધખોળ કરો
PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?
1/3

તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.
2/3

મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.
Published at : 16 Sep 2016 12:20 PM (IST)
View More





















