જેને ટ્રેક્ટરમાં કેટલા ગીયર આવે એ નથી ખબર એ કૃષિમંત્રી બનીને બેઠા છે તેવા આકરાં પ્રહારો સરકાર ઉપર કર્યાં હતાં. આ પ્રસંગે પાસનાં મનોજ પનારા, ગીતાબેન લખતર તાલુકાનાં પાસનાં કન્વીનર હસમુખ હાડી, નંદાભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
3/6
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન લાઈવ કાર્યક્રમ દેખાડવામાં આવતો હોઈ હાર્દિક પટેલનાં ભાષણ દરમિયાન ગામમાં સંપૂર્ણ વિજળી ગુલ કરવામાં આવી હોવાનો આક્ષેપ પાટીદારો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે જેને જીરૂ કઈ મોસમમાં થાય, તેને કેટલાં પાણી દેવા પડે તે પણ નથી ખબર તે આપણા મુખ્યમંત્રી બનીને બેઠા છે.
4/6
આ વિકાસ થયાની વાતો કરતાં નરેન્દ્ર મોદીને એ નથી ખબર કે આ વિકાસ ખેડૂતોએ કરેલ મહેનતનું પરિણામ છે. આગામી દિવસોમાં એક મહિલા સંમેલન બોલાવવાની પણ મારી ઈચ્છા છે. તેણે મોંઘવારી વિશે ગેસનાં બાટલાનાં સાડા નવસો પહોંચાડ્યાનું જણાવ્યું હતું.
5/6
હાર્દિક પટેલે પાસનાં કાર્યકર જે સુરતનાં અલ્પેશ કથીરિયા જેલમાં છે તેને છોડાવવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત ગામડે ગામડે ફરીને વડીલોને જાગૃતતા લાવવી છે. કહેવત છે કે ‘ઘી સીધી આંગળીએ ન નિકળે’ તેમ આ સરકાર પાસે પણ આપણે આડે હાથે કામ લેવું પડશે.
6/6
લખતર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં નાના અંકેવાળીયા ગામે તારીખ 18 નવેમ્બરને રવિવારે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા કાર્યકર્તા સંમેલન સંબોધવામાં આવ્યું હતું. જોકે હાર્દિક પટેલે સંબોધન ચાલું કરતાંની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. જોકે હાજર લોકોએ મોબાઈલથી પ્રકાશ પાડતાં સંબોધન પૂર્ણ કર્યું હતું. લાઈટ જતાં સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.